પાટણ જાખોત્રામાં વૃદ્ધની હત્યા કેસમાં નવો વળાંક.
દ્રશ્યમ ફિલ્મ જોઈને પ્રેમી યુગલે ઘડ્યો હત્યાનો પ્લાન.
યુવતીને મૃત જાહેર કરવા વૃદ્ધનું કાસળ કાઢ્યું.
વદ્ધની હત્યા કરી યુવતીના કપડાં પહેરાવ્યા.
પાટણના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામ પાસેથી અજાણ્યા આશરે 50 વર્ષનાં આધેડની શરીરે દાઝેલી, પગમાં મહિલાની ઝાંઝરી અને ઘાઘરા જેવું વસ્ત્ર પહેરાવેલી હાલતમાં લાશ મળી આવી હતી જેને પગલે આધેડની હત્યાની આશંકાને ધ્યાને લઇ પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં નવો વળાંક આવ્યો છે
પાટણના જાખૌત્રા ગામ નજીક આવેલ તલાવડી પાસેથી મંગળવારે વહેલી સવારે અજાણ્યા પુરુષની અર્ધ સળગેલી પગમાં મહિલાની ઝાંઝરી અને ઘાઘરા જેવું વસ્ત્ર પહેરાવેલી લાશ મળી આવી હતી. આ ઘટનાની પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લેવામાં આવ્યો હતો અને લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. સમગ્ર ઘટના મામલે મૃતક યુવકની હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવવામાં આવી રહી હતી જો કે, પોલીસે અકસ્માત મોત નોંધ કરી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરતા એસપી વી.કે નાયી પણ સ્થળ પર દોડી ગયા હતા. લોકલ ક્રાઈમ બ્રાન્ચ સ્થાનિક પોલીસ સહિત પોલીસની ટીમોએ આ મામલે તપાસ શરૂ કરતા હવે આ વૃદ્ધની હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે જેમાં દ્રશ્યમ ફિલ્મ જોઈને પ્રેમી યુગલે હત્યાનો પ્લાન ઘડ્યો હતો જે અંગે પોલીસ અધિકારીએ વધુ માહિતી આપી ચેહ
શરૂઆતમાં તપાસ દરમિયાન એલસીબી પીઆઇ આર.જી ઉનાગરે હત્યાની ઘટનાને પગલે માહિતી આપતા કહ્યું હતું કે આધેડની લાશ પર દાઝેલાનાં નિશાન છે. પગમાં ઝાંઝરી પહેરેલી છે. આ આધેડ કોણ છે તેની ઓળખ માટે પોલીસની તપાસ ચાલી રહી છે. લગભગ ટૂંક સમયમાં ઓળખ થઈ જશે. હાલમાં અકસ્માત મોત નોંધ કરી તપાસ શરૂ કરી હતી…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી