સુરત : ગુજરાત એટીએસએ કચ્છમાંથી પાકિસ્તાની જાસુસની ધરપકડ કરી
પાકિસ્તાનને બીએસએફ અને નેવીની માહિતી મોકલતો હોવાનુ સામે આવ્યુ
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત એટીએસને અભિનંદન આપ્યા
ગુજરાત એટીએસ દ્વારા કચ્છ જિલ્લામાંથી પાકિસ્તાની જાસુસ એવા સહદેવસિંહ ગોહિલની ધરપકડ કરાઈ છે જે પાકિસ્તાનને બીએસએફ અને નેવીની માહિતી મોકલતો હોવાનુ સામે આવ્યુ છે. આ અંગે સુરતમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત એટીએસ ને પાકિસ્તાનના જાસુસને પકડવા બદલ અભિનંદન પણ આપ્યા હતાં.
ગુજરાત એટીએસના એક પી.એસ.આઈ.ને લીડ મળી હતી કે બીએસએફ અને નેવીની માહિતી પાકિસ્તાનને કચ્છમાં રહેતો અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે કામ કરતો સહદેવસિંહ ગોહિલ મોકલે છેજે માહિતીના આદારે સ્પેશિયલ ટીમ બનાવીને સહદેવસિંહ ગોહિલને ઝડપી પાડ્યો હતો. સહદેવસિંહ ગોહિલ આદિતી ભાદ્વાજ નામની છોકરીના સંપર્કમાં હતો અને તેને બીએસએફ તથા નેવીના અંડર કન્સ્ટ્રકશનની માહિતી આપતો હતો. તો આરોપીને 40 હજાર રોકડ પણ મળ્યા છે જે તેણે કચ્છની દયાપર ચોકડી ખાતેથી મેળવ્યા હતાં. હાલ આરોપીએ તેના ફોનમાંથી અનેક વિડીયો ડિલીટ કર્યા હોય જે પરત મેળવવા કવાયત હાથ ધરાઈ છે તો આ અંગે ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં મિડીયા સાથે વાત કરતા ગુજરાત એટીએસની સફળ કામગીરીને લઈ તેમને અભિનંદન પાઠવ્યા હતાં.