સુરતમાં મંદીના માર વચ્ચે રત્નકલાકારો માટે મોટા સમાચાર
રત્નકલાકારો માટે આર્થિક અને શૈક્ષણિક સહાય જાહેર કરાય
સરકારે જાહેર કર્યું રાહત પેકેજ
મંદીમાં સપડાયેલા હિરા ઉદ્યોગમાં કારખાનેદારો અને રત્નકલાકારો માટે પેકેજ જાહેર કરવાની કરાઈ રહેલી માંગણી વચ્ચે ગુજરાતની ભુપેન્દ્ર પટેલ સરકાર દ્વારા રત્નકલાકારો માટે આર્થિક અને શૈક્ષણિક સહાય જાહેર કરાય છે. જે અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી. તો એક વર્ષની 13500 સુધીની શિક્ષણ ફી તથા વીજ ડ્યુટીમાં એક વર્ષ માટે રાહત અપાશે તેમ જણાવાયુ હતું.
સુરતની ઓળખ સમા હિરા ઉદ્યોગ 50 વર્ષમાં છેલ્લા ત્રણ વર્ષથી સૌથી લાંબી મંદીમા ચાલી રહ્યો છે. જેને લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગત 11 માર્ચના રોજ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી અને રત્નકલાકારોના હિતમાં નિર્ણય લેવાની જાહેરાત કરી હતી. જે મિટિંગના 74 દિવસ બાદ એટલે કે આજે શનિવાર 24 મેના રોજ રાજ્ય સરકાર દ્વારા રત્નકલાકારો માટે વિવિધ સહાયની જાહેરાત કરાઈ છે. જેમાં રત્નકલાકારોના સંતાનની એક વર્ષની શિક્ષણ ફી વધુમાં વધુ 13500 સુધીની માફ કરાશે. આ ફી સરકાર દ્વારા ડીબીટી મારફતે ટ્રાન્સફર કરાશે. તેમજ વીજ ડ્યુટીમાં એક વર્ષ માટે રાહત અપાશે. તો લોન પર પણ વ્યાજ સહાય અપાશે તેમ કહ્યુ હતું. આ યોજના અંગે ગુજરાત રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા તથા વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલએ જાહેરાત કરી હતી. અને આ પેકેજ હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્નકલાકારો માટે રાહત પેકેજ હશે તેમ પણ જણાવ્યુ હતું.