‘સુરતમાં ‘તુર્કીવાડ’ જેવા વિસ્તારોના નામ બદલો’
સાંસદ મુકેશ દલાલે મનપા કમિશનરને પત્ર લખ્યો
દુશ્મન દેશનુ નામ બદલી નાંખવા સાંસદે માંગ કરી
પાકિસ્તાની આતંકીઓ દ્વારા જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓ પર કરાયેલા હુમલા બાદ બન્ને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે પાકિસ્તાનના સમર્થનમાં આવેલા તુર્કી દેશનુ નામ સુરતમાં એક વિસ્તાર હોય જેથી દુશ્મન દેશનુ નામ બદલી નાંખવા સાંસદે માંગ કરી છે.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓ દ્વારા પ્રવાસીઓ પર હુમલો કરાયો હોય જેને લઈ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદુર હેઠળ કાર્યવાહી કરી હતી. ત્યારે પાકિસ્તાનના સમર્થનમાં તુર્કીયે અને અન્ય દેશો આવતા ત્યાંનુ પ્રવાસ ભારતીયોએ રદ્દ કર્યો છે ત્યારે તુર્કી નામ પર ધમાસાણ સર્જાયુ હોય તેમ સુરતના સાંસદ મુકેશ દલાલએ સુરત મનપા કમિશનરને પત્ર લખીને સુરતમાં આવેલ તુર્કીવાડનું તેમજ અન્ય શત્રુ દેશોના નામ બદલવા રજુઆત કરી હતી. અને આવા વિસ્તારોનુ લિસ્ટ તૈયાર કરવા અને ત્યાં વીર જવાન, મહાપુરૂષોનુ નામ આપવા માંગ કરી હતી.