ભરૂચના ઝઘડિયા ડિવિઝનના 5 પોલીસ મથકનો દારૂનો નાશ

Featured Video Play Icon
Spread the love

ભરૂચના ઝઘડિયા ડિવિઝનના 5 પોલીસ મથકનો દારૂનો નાશ
ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થા ઉપર ફેરવ્યું બુલડોઝર
56.62 લાખની કિંમતની 27 હજાર વિદેશી દારૂનો નાશ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વિવિધ પ્રોહિબિશન ગુના હેઠળ પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો છે. આ દારૂની કુલ કિંમત રૂપિયા 56,62,063 આંકવામાં આવી છે.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વિવિધ પ્રોહિબિશન ગુના હેઠળ પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો કાયદેસર રીતે નાશ કરવાની કાર્યવાહીમાં ઝઘડિયા, ઝઘડિયા જીઆઇડીસી, રાજપારડી, નેત્રંગ અને વાલિયા સહિત કુલ 6 પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરાયેલા મુદ્દામાલનો સમાવેશ થાય છે. કુલ 27, 723 બોટલ પ્રતિબંધિત વિદેશી દારૂનો નાશ કરાયો હતો.

દારૂના નાશની આ પ્રક્રિયા ઝઘડિયા જીઆઇડીસી ખાતે યોજાઈ હતી. મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અજયકુમાર મીણા અને ઝઘડિયા તાલુકાના એસ.ડી.એમ.ની અધ્યક્ષતામાં રોડરોલર ફેરવીને દારૂનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *