સુરત જિલ્લાના કડોદરા નજીક મહારુદ્ર અભિષેકનું આયોજન

Featured Video Play Icon
Spread the love

સુરત જિલ્લાના કડોદરા નજીક મહારુદ્ર અભિષેકનું આયોજન
શિવ સાગર સ્કૂલમાં આધ્યાત્મિક માહોલ વચ્ચે મહારુદ્ર અભિષેક
બમ બમ ભોલેના નાદ અને હર હર મહાદેવના જયઘોષ

સુરત જિલ્લાના કડોદરા નજીક આવેલા હલધરું ગામ ખાતેની શિવ સાગર સ્કૂલમાં આધ્યાત્મિક માહોલ વચ્ચે ભવ્ય મહારુદ્ર અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના સ્થાપક સ્વર્ગીય વનિતાબેન એ. પટેલની સાતમી પુણ્યતિથિ નિમિત્તે આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ શાળાના સમગ્ર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. બમ બમ ભોલેના નાદ અને હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું.

સુરત જિલ્લાના કડોદરા નજીક આવેલા હલધરું ગામ ખાતેની શિવ સાગર સ્કૂલમાં સ્વર્ગીય વનિતાબેન એ. પટેલની સાતમી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના પટાંગણમાં મહારુદ્ર અભિષેકનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.વહેલી સવારથી જ શાળાના પરિસરમાં ધાર્મિક વિધિ અને પૂજા-અર્ચનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વૈદિક મંત્રોચ્ચાર સાથે વિવિધ ધાર્મિક વિધિઓ તેમજ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારુદ્ર અભિષેકમાં મોટી સંખ્યામાં શિવભક્તોએ ઉપસ્થિત રહીને ભગવાન ભોળાનાથની આરાધના કરી હતી.મહારુદ્ર અભિષેક દરમિયાન શાળાનું સમગ્ર પટાંગણ જાણે શિવધામમાં પરિવર્તિત થઈ ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો. શિવભક્તો દ્વારા ભક્તિભાવપૂર્વક ભગવાન શિવની પૂજા કરવામાં આવી હતી. મહાદેવના જયઘોષ અને બમ બમ ભોલેના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.ધાર્મિક વિધિ દરમિયાન ભગવાન શિવને વિવિધ દ્રવ્યો દ્વારા અભિષેક કરવામાં આવ્યો હતો. સાથે જ હવન અને પૂજા-અર્ચનામાં ઉપસ્થિત સૌએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ પણ આ ધાર્મિક કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક સહભાગી બનીને સ્વર્ગીય વનિતાબેન એ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સ્વર્ગીય વનિતાબેન એ. પટેલની સ્મૃતિમાં આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તેમની સેવાભાવના અને શૈક્ષણિક ક્ષેત્રે આપેલા યોગદાનને યાદ કરવાનો તેમજ તેમની સ્મૃતિને શ્રદ્ધાપૂર્વક વંદન કરવાનો હતો. શિવ સાગર સ્કૂલના સ્થાપક તરીકે સ્વર્ગીય વનિતાબેન એ. પટેલે શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમની સાતમી પુણ્યતિથિ નિમિત્તે શાળા પરિવાર દ્વારા ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મહારુદ્ર અભિષેકના આ પવિત્ર પ્રસંગે શાળાના ટ્રસ્ટી આલોક પટેલ, સાગર પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *