સુરત પી.પી.સવાણી રેડિયન્ટ ઇંગ્લિશ એકેડેમીમાં ઉજવણી

Featured Video Play Icon
Spread the love

સુરત પી.પી.સવાણી રેડિયન્ટ ઇંગ્લિશ એકેડેમીમાં ઉજવણી
૮૦ મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી

સુરતની પી. પી. સવાણી રેડિયન્ટ ઇંગ્લિશ એકેડેમીના પ્રાંગણમાં ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ભારતના ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની હર્ષોલ્લાસ અને રાષ્ટ્રભક્તિના માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચારની પૃષ્ઠભૂમિમાં અઘરા અને જટિલ યોગાસનોનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કન્યાઓ અને કુમારો દ્વારા શાસ્ત્રીય અને પશ્ચિમી નૃત્યશૈલીના સમન્વય સાથે અદભુત ફ્યુઝન ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો.સ્કેટિંગ રિંગના વિદ્યાર્થીઓએ વ્હીલ્સ પર અદ્ભુત સંતુલન સાથે હાથમાં તિરંગો રાખીને કરતબો રજૂ કર્યા હતા. દેશભક્તિના ગીતો, નારા અને વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું હતું.આ પ્રસંગે ભારતીય સેનાના આર્મી ઓફિસર શ્રી પી.બી. મકવાણા અને હવલદાર શ્રી મુકેશ પાટીલને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમનું શાળા પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ બંને મહાનુભાવોએ વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું.

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને વધુ વિશેષ બનાવવા માટે પ્રથમ વખત વિદ્યાર્થીઓની માતાઓ માટે ચિત્રકામ અને ફાયરલેસ કુકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦૦થી વધુ માતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.ચિત્રકામ સ્પર્ધામાં તિરંગો, ભારત માતા અને દેશભક્તિના વિવિધ ભાવોને કેનવાસ પર સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે ફાયરલેસ કુકિંગ સ્પર્ધામાં તિરંગા સેન્ડવિચ, તિરંગા સલાડ સહિતની સર્જનાત્મક અને પૌષ્ટિક વાનગીઓ રજૂ કરવામાં આવી હતી.આમ, પી. પી. સવાણી રેડિયન્ટ ઇંગ્લિશ એકેડેમીમાં યોજાયેલો ૮૦મા સ્વાતંત્ર્ય પર્વનો આ કાર્યક્રમ માત્ર ઉજવણી પૂરતો સીમિત ન રહેતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે રાષ્ટ્રપ્રેમ, સર્જનાત્મકતા અને પ્રેરણાથી ભરપૂર ચિરસ્મરણીય સંભારણું બની રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *