સુરતમાં પૂરથી અસરગ્રસ્ત પરિવારો માટે માનવસેવા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં પૂરથી અસરગ્રસ્ત પરિવારો માટે માનવસેવા
સમ્રાટ પાટીલ એટલે કે સમ્રાટ ભાઉએ મોટી માનવસેવાની પહેલ કરી
15 દિવસમાં 15 હજાર પરિવારો સુધી મદદ પહોંચાડવાનો લક્ષ્ય

સુરતમાં પૂરથી અસરગ્રસ્ત પરિવારો માટે યુવા નેતા સમ્રાટ પાટીલ એટલે કે સમ્રાટ ભાઉએ મોટી માનવસેવાની પહેલ કરી હોય તેમ ડિંડોલીથી રાહત કીટ વિતરણ અભિયાનની શરૂઆત કરી હતી. જેમાં આગામી 13 થી 15 દિવસમાં 15 હજાર પરિવારો સુધી મદદ પહોંચાડવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.

સુરતમાં સાત જુલાઈના ભારે વરસાદ અને ખાડી પૂરના કારણે અનેક પરિવારોનું અનાજ, કપડાં અને ઘરવખરી નષ્ટ થઈ ગઈ હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સમ્રાટ પાટીલે ડિંડોલીની ચાર સોસાયટીઓથી રાહત કીટ વિતરણ શરૂ કર્યું છે. પ્રથમ તબક્કામાં નવાગામ, ડિંડોલી અને લિંબાયતના પૂરગ્રસ્ત પરિવારોને કીટ આપવામાં આવશે. દરેક કીટમાં 5 કિલો ચોખા, 500 ગ્રામ દાળ સહિતની જરૂરી જીવનજરુરિયાતની સામગ્રી આપવામાં આવશે.

સમ્રાટ પાટીલે જણાવ્યું હતુ કે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન લોકોની હાલત જોઈ સમાજ પ્રત્યેની ફરજ નિભાવવાના ભાવથી આ સેવા કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ માત્ર નાનકડો પ્રયાસ છે, પરંતુ જરૂરિયાતમંદ પરિવારો સુધી સમયસર મદદ પહોંચે તે જ મુખ્ય ઉદ્દેશ્ય છે. સમ્રાટ ભાઉ અગાઉ પણ વિદ્યાર્થીઓને સહાય, નોટબુક વિતરણ અને વિવિધ સામાજિક સેવાકીય કાર્યો માટે જાણીતા રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *