સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ચોરાયેલું પાણીનું ટેન્કર

Featured Video Play Icon
Spread the love

સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ચોરાયેલું પાણીનું ટેન્કર
પાંડેસરા પોલીસે સીસીટીવી અને હ્યુમન સોર્સીસની મદદથી શોધ્યું
ગણતરીના સમયમાં શોધી કાઢી છ ચોરોની ધરપકડ કરી

સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ચોરાયેલું પાણીનું ટેન્કર પાંડેસરા પોલીસે સીસીટીવી અને હ્યુમન સોર્સીસની મદદથી ગણતરીના સમયમાં શોધી કાઢી છ ચોરોની ધરપકડ કરી હતી.

સુરત પાંડેસરા પોલીસ મથકના પીઈ કેડી જાડેજાની ટીમ પીએસઆઈ એસડી પ્રજાપતિ સાથે ચોરીની ઘટનાઓ અટકાવવા મેદાને હતી ત્યારે મળેલી બાતમી તથા સીસીટીવી કેમેરા ચેક કરી પાંડેસરા પોલીસ મથકની હદમાંથી પાણી ભરેલા ટેન્કરની ચોરી કરી ભાગી છુટેલા પાંચ ચોરો વિશ્વજીત ઉર્ફે પંડીત તિવારી, જીતેન્દ્ર ઉર્ફે જીતુ પ્રજાપતિ, અવિનાશ ઉર્ફે વિકાસ ખરાત, હરદત ઉર્ફે હરી મેગવાલ, વીજેન્દ્રકુમાર ઉર્ફે હેપ્પી મેગવાલ અને ઓમપ્રકાશ ઉર્ફે ઓમજી બિસ્નોઈને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલ 14 લાખની કિંમતનો પાણીનો ટેન્કર કબ્જે કર્યો હતો. હાલ પોલીસે તમામ છ આરોપીઓને સળીયા પાછળ ધકેલી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *