સુરતમાં તાપી મૈયાના પ્રાગટ્ય દિવસ એટલેકે તાપી જન્મોત્સવ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં તાપી મૈયાના પ્રાગટ્ય દિવસ એટલેકે તાપી જન્મોત્સવ
વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
મૈયાની વિશેષ પૂજા-અર્ચના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા

સુરતમાં તાપી મૈયાના પ્રાગટ્ય દિવસ એટલેકે તાપી જન્મોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમજ સાધુ-સંતો તાપી કિનારે એકઠા થયા હતા અને મૈયાની વિશેષ પૂજા-અર્ચના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં.

સૂર્યપુત્રી તાપી મૈયાના પ્રાગટ્ય દિન નિમિત્તે સુરતના તાપી કિનારે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. સંતો અને શ્રદ્ધાળુઓએ ભેગા મળી મૈયાની આરાધના કરી હતી. રામમઢી આશ્રમના સંત મુરલીદાસજીએ જણાવ્યું હતું કે તાપી મૈયા આપણી જીવનદાત્રી છે અને તેમની સાચી પૂજા એ જ છે કે આપણે નદીને સ્વચ્છ રાખીએ. સંતોએ લોકોને અપીલ કરી હતી કે તાપી નદીમાં આડાઅવળો કચરો ફેંકવાને બદલે તેની પવિત્રતા જાળવવી જોઈએ. આવનારી પેઢી અને બાળકોમાં પણ તાપી મૈયા પ્રત્યે આદર અને સંસ્કાર જાગૃત થાય તે માટે સૌએ મળીને તાપી મૈયાની સ્વચ્છતાનું ધ્યાન રાખવું જરૂરી છે. રામમઢી આશ્રમના સંતે તાપી નદીનું મહત્વ સમજાવી લોકોને નદીમાં કચરો ન ફેંકવા અને તેની પવિત્રતા તથા સ્વચ્છતા જાળવી રાખવા માટે ખાસ વિનંતી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *