સુરતના : ભટારમાં આવેલ સોમનાથ સોસાયટીમાં મહિલા પર હુમલો
8 થી 10 અસામાજિક તત્વો દ્વારા મહિલા પર હુમલો કર્યો
વિરામ ભરવાડ અને સુખ ભરવાડ નામક યુવક એ હુમલો કર્યો હોવાની વાત
હાલ મહિલા સિવિલમાં ગંભીર ઈજા થતા સારવાર અર્થે ખસેડાઈ
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક રોજેરોજ સામે આવી રહ્યો છે ત્યારે સુરતના ભટાર વિસ્તારમાં સોમનનાથ સોસાયટીમાં મહિલા પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. 8 થી 10 જેટલા અસામાજિક તત્વો દ્વારા મહિલા પર હુમલો કરાતા હોસ્પિટલે ખસેડાઈ હતી તો સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી.
સુરતમાં ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે. ત્યારે સુરતના ભટાર વિસ્તારમાં અસામાજિક તત્વોએ મચાવેલો આતંક સામે આવ્યો છે. વાત એમ છે કે સુરતના ભટાર વિસ્તારમાં આવેલ સોમનાથ સોસાયટીમાં સુશીલ દેવી નામની મહિલા પર હુમલો કરાયો હતો. 8 થી 10 અસામાજિક તત્વો દ્વારા મહિલા પર જીવલેણ હુમલો કરાયો હતો. તો મહિલા પર વિરામ ભરવાડ અને સુખ ભરવાડ નામક યુવકોએ હુમલો કર્યો હોવાની વાત પણ ચર્ચાઈ હતી. જો કે મહિલા પર આ પ્રકારનો હુમલો કર્યો એ કેટલું યોગ્ય? તેવા સવાલો ઉભા થયા હતાં. તો મહિલા પર કરાયેલા હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. જેમાં સળિયાથી મહિલા પર ગંભીર હુમલો કર્યો હતો. તો મહિલાને ગંભીર ઈજા થતા સારવાર અર્થે 108 માં સિવિલ હોસ્પિટલે ખસેડાઈ હતી. હાલ તો સીસીટીવીના આધારે પોલીસે અસામાજિક તત્વોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હોવાનુ જાણવા મળ્યુ હતું.