33 લાખમાં બે દુકાનનો સોદો કરી 20 લાખ લઈ દુકાનો બારોબાર વેંચી
ઠગાઈ આચરનાર ઠગ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ
ક્રાઈમ બ્રાન્ચની ઈકો સેલની ટીમે ઠગને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો
33 લાખમાં બે દુકાનનો સોદો કરી 20 લાખ લઈ દુકાનો બારોબાર વેંચી દઈ ઠગાઈ આચરનાર ઠગ વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા ક્રાઈમ બ્રાન્ચની ઈકો સેલની ટીમે ઠગને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ઈકો સેલની ટીમ પાસેથી મળતી માહિતી મુજબ ચોકબજારના બિલ્ડર વૈભવ ઉર્ફે રોહિત મિશ્રા જે ધર્મ પરિવર્તન કરી મેમણ મોહંમદ ફૈઝાન બન્યો હતો તેણે દલાલ સાથે મળીને કેટરર્સના કર્મચારી નીતિન પટેલને 33 લાખમાં 2 દુકાનનો સોદો કરી 20 લાખ લઈ દુકાન બારોબાર બીજાને વેચી દીધી હતી. વર્ષ 2016માં નીતિન પટેલે ગોપીપુરામાં નવી બંધાતી બિલ્ડિંગમાંબે દુકાનો લેવા દલાલ નાસીર શેખ દ્વારા બિલ્ડર મિશ્રાનો સંપર્ક કર્યો હતો. જેને લઈ કેટરર્સના કર્મચારી નીતીન પટેલે ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગ એવા ચોક બજાર રિદ્ધિ સિધ્ધી એપાર્ટમેન્ટમાં રહેતા ફૈઝાન રાકેશ મિશ્રા અને જમીન દલાલ શેખ નાસીર નજરૂલ ઈશાક ઈસ્લામ સામે ગુનો દાખલ કર્યો હતો. આ કેસની તપાસ ઈકોસેલને સોંપાતાં દલાલ નાસીર શેખની ધરપકડ થઈ છે. નાસીરે સાટાખતમાં સાક્ષી તરીકે સહી કરી જવાબદારી લીધી હતી. તો 20 લાખની રકમ આપી દીધા પછી બિલ્ડિંગનું બાંધકામ પૂર્ણ થયું છતાં દુકાનનો કબજો આપ્યો ન હતો. ઉપરથી બિલ્ડરે બંને દુકાનો બીજાને વેચી દીધી હતી. આથી નીતીન પટેલે પોલીસમાં ફરિયાદ કરવાની નોબત આવી હતી. નીતીને પહેલાં પહેલા 10 લાખ અને ત્યાર પછી 10 લાખ ચુકવ્યા હતાં. હાલ તો દલાલ નાસીર શેખની ધરપકડ કરાઈ છે જ્યારે બિલ્ડરને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.