વિસાવદર-કડી પેટાચૂંટણીને લઇ ભાજપની સેન્સ પ્રક્રિયા

Featured Video Play Icon
Spread the love

વિસાવદર-કડી પેટાચૂંટણીને લઇ ભાજપની સેન્સ પ્રક્રિયા
દિવસભરની ચર્ચા બાદ ઉમેદવારો દાવેદારી નોંધાવશે,
કડીમાં પાંચ નામ ચર્ચામાં અને વિસાવદરમાં ભારે રસાકસી

ગુજરાતની વિસાવદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણી માટે તારીખ 19 જૂન, 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂને મતગણતરી કરવામાં આવશે. જેને લઇને આજે ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ છે.

કડી ભાજપના ધારાસભ્ય કરશન સોલંકીનું ફેબ્રુઆરીમાં અવસાન થતાં કડી વિધાનસભાની સીટ ખાલી પડી છે. તો વિસાવદરની સીટ પર આપમાંથી જીતેલા ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા અહીં પણ ફરી પેટાચૂંટણી યોજાવાની છે. વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી માટે જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ઉમેદવારની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં રાજકોટના પૂર્વ સાંસદ મોહન કુંડારીયા, જામનગરના પૂર્વ મેયર અમીબેન પરીખ, અનુ. જાતિ મોરચાના અધ્યક્ષ ગૌતમભાઈ ગેડીયા નિરીક્ષક તરીકે ઉમેદવારોને સાંભળશે. ચૂંટણી નિરીક્ષકો સમક્ષ ઉમેદવારો ફોર્મ ભરી દાવેદારી નોંધાવશે. જે બાદ પાર્લામેન્ટ્રી બોર્ડમાં નામો મોકલવામાં આવશે અને ત્યારબાદ ઉમેદવાર જાહેર કરવામાં આવશે. આ બેઠક પર હર્ષદ રીબડીયા, ભૂપત ભાયાણી, કિરિટ પટેલ અને પ્રશાંત કોરાટને પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

વિસાવદરની પેટાચૂંટણીમાં ભારે રસાકસી ભર્યો જંગ થશે, કારણ કે આમ આદમી પાર્ટી ઇટાલિયાને ઉમેદવાર જાહેર કરી ચૂકી છે. આપે ઉમેદવાર જાહેર કર્યા બાદ કોંગ્રેસે પણ અહીં એકલે હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પોતાની પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારની જાહેરાત કરી છે. કડી બેઠક માટે ભાજપમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રહલાદ પરમાર, નગરસેવક અશોક પરમાર, જિલ્લા ડેલીગેટ રામભાઈ પરમાર, લ્હોર સરપંચ સુરેશ પરમાર તેમજ જોટાણાના રમેશ સૌલંકીના નામમાંથી કોઇ એકના નામ પર મહોર લાગી શકે છે. …કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *