સુરતમાં પડી રહેલા ધોધમાર વરસાદ વચ્ચે પાણી ભરાયા
માહિતી આપવા સુરત પોલીસે કન્ટ્રોલ રૂમ શરૂ કર્યુ
સુરત પોલીસની આ પહેલને લોકોએ આવકારી હતી.
સુરતમાં પડી રહેલા ધોધમાર વરસાદ વચ્ચે કયા વિસ્તારમાં પાણી ભરાયા છે ક્યાં રસ્તો ડાયવર્ઝન અપાયુ છે તે અંગે સુરતીઓને માહિતી આપવા સુરત પોલીસ કન્ટ્રોલ રૂમ શરૂ કર્યુ છે. જેથી સુરત પોલીસની આ પહેલને લોકોએ આવકારી હતી.
સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હાલમાં શહેરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સુચારુ ટ્રાફિક નિયમન માટે અને લોકોને ટ્રાફિક અપડેટ્સ ની માહિતી આપવા માટે સુરત શહેર કંટ્રોલરૂમમાં કાર્યરત કુલ 12 કર્મચારીઓની બે ટીમ અને બે શિફ્ટમાં કુલ 100 પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. લોકો સુરક્ષિત અને સલામત રીતે પોતાનું વાહન રોડ પર ચલાવી શકે અને વોટર લોગીન, ટ્રાફિક વ્યવસ્થાપન, વરસાદને ધ્યાનમાં રાખીને સુરત શહેરના ગરનાળાની પરિસ્થિતિ, ડાયવર્ઝન રુટ, ખાડીમાં પાણીના ની અપડેટ્સ આપવામાં આવી રહી છે. જેનું મુખ્ય કારણ લોકો ની સુરક્ષા અને તેઓ સુરક્ષિત રીતે, સલામત રીતે પોતાનું વહન ચલાવી શકે તે માટે ટ્રાફિકની રેગ્યુલર અપડેટ્સ આપવામાં આવી રહ્યા છે.