સુરતમાં તાપી નદી પરના કોઝવે ઉપર જળ સપાટી વધી
સપાટી વધી જતા કોઝવે બંધ કરાયો
કોઝવેની સપાટી 7.5 મીટર પહોંચી
સુરતની તાપી નદી પરના કોઝવે ઉપર જળ સપાટી વધી જતા બંધ કરાયો હતો જો કે હાલ કોઝવે છલકાયો છે અને કોઝવેની સપાટી 7.5 મીટર પહોંચી છે.
સુરત સહિત ઉપરવાસમાં હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં પણ નવા નિર આવી રહ્યા છે. સુરત શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદને લઈ તાપી નદીની જળ સપાટી વધી ગઈ હતી જેને લઈ સોમવારે સવારે સુરતના રાંદેરથી કતારગામને જોડતા કોઝવેને વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો. જો કે કોઝવેની સપાટી સતત વધી રહી હોય અને છલોછલ થઈ ગયો હતો. કોઝવેની સપાટી 6 મીટર છે અને હાલ 7.5 મીટરે કોઝવે પરથી પાણી વહી રહ્યો હોય જેને લઈ કોઝવે પર નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતાં.