સુરતમાં ધોધમાર વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી પાણી
પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો
સરથાણા પોલીસ મથકમાં બીજા દિવસે પણ પાણી યથાવત
સુરતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેને લઈ અનેક જગ્યાએ પાણી પાણી થયુ છે. ત્યારે સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો સરથાણા પોલીસ મથકમાં બીજા દિવસે પણ પાણી યથાવત રહેતા પોલીસ સાથે અરજદારોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સુરતમાં અવિરત ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. સુરતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ જાણે ખોવાઈ ગયા હોય તેમ લાગી રહ્યુ છે. સુરતના કતારગામ, વેડરોડ, હોડી બંગલા, નાનપુરા, કાદરશાની નાળ, નાણાવટ, વરાછા, મોટા વરાછા, ઉધના સહિતના વિસ્તારોમાં બીજા દિવસે એટલે કે મંગળવારે પણ પાણી ભરાયા હતા જેને લઈ અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે તંત્ર દ્વારા એટલે કે મનપા દ્વારા કરાયેલી પ્રિમોન્સુન કામગીરી સામે લોકોએ અનેક સવાલો ઉભા કર્યા હતાં. અને પાલિકાએ પ્રિમોન્સુન કામગીરી કેવી રીતે કરી કરોડોનુ ધુમાડો કર્યો તેવા સવાલો કર્યા હતાં. તો બીજી તરફ સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીજા દિવસે પણ પાણી ભરાયેલા રહેતા પોલીસ અધિકારી અને કર્મચારીઓ સાથે અરજદારોને પણ પોલીસ મથકે આવવા જવા માટે ભારે પરેશાની વેઠવી પડી હતી.