રાજકોટ ગોંડલના વોરા કોટડામાં જમીનના ભાગને લઈને હત્યા.
જમીનમાં ભાગ મેળવવા ભાઈએ જ ભાઈની કરી હત્યા.
પિતરાઇ ભાઈએ ભાઈ ઉપર હુમલો કરી હત્યા કરી.
પિતરાઇ ભાઈ સહિત ચાર આરોપીઓએ કર્યો હતો હુમલો.
રાજકોટમાં જમીન મામલે વધુ એક ઘાતકી હત્યાના સમાચાર સામે આવતા પંથકમાં અરેરાટી મચી છે, ગોંડલમાં જમીનના ભાગના મામલામાં બે ભાઈઓ વચ્ચેનો જમીનને લઈને વિવાદ એટલો બધો વધ્યો કે સંબંધો ભૂલી ભાઈએ હથિયારના ઘા ઝીંકી પિતરાઈ ભાઈની હત્યા કરી નાખી છે
ગોંડલ ફરી એક વખત ચર્ચાનો ચગડોળે ચઢ્યું છે. ગોંડલનો જાડેજા વિવાદ હજુ શમ્યો નથી ત્યાં જમીન વિવાદમાં એક શખ્સની હત્યા થયાનું સામે આવ્યું છે. આ ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે મોડી રાત્રે વોરા કોટડામાં પિતરાઈ ભાઈએ જમીન વિવાદમાં ભાઈ ઉપર ઘાતકી હુમલો કરી હત્યા નિપજાવી. પિતરાઈ ભાઈએ સંબંધોની શરમ રાખ્યા વગર છરી કોઇતા સહિતના ધારદાર હથિયાર વડે ભાઈ ઉપર હુમલો કર્યો. આ શખ્સની હત્યા મામલે અજય સાકરીયા સહિત 5 લોકોએ હત્યા કરી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી. પોલીસે હત્યાનો ગુનો નોંધી સંબંધિત લોકોને આ મામલે પૂછપરછ હાથ ધરી છે. દરમિયાન મૃતક રાજેશની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. રાજેશ અને અજયના પરિવાર વચ્ચે જમીન મામલે અવારનવાર વિવાદ થાય છે
પોલીસ ફરિયાદ મુજબ ખેતી કરી રહેલા રાજેશભાઈ સાકરીયા ઉપર ટીટો ઉર્ફે અજય સાકરીયા સહિતના શખ્સોએ ગઈકાલે રાત્રે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. દરમિયાન રાજેશભાઈને બચાવવા જતા તેમના પુત્ર અનિલભાઈ ઉપર અજય સાકરિયા સહિતના લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. ઘાતકી હુમલાના કારણે રાજેશભાઈનું મોત નિપજયું જ્યારે તેમનો પુત્ર અજય ગંભીર હાલતમાં રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે. ..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી