સુરતમાં 40 નવી બસોનુ લોકાપર્ણ
વહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
પીપલોદ કારગિલ ચૌક ખાતે લોકાર્પણ કરાયુગુજરાત સરકાર દ્વારા નવી 40 જીએસઆરટીસી બસોનુ લોકાર્પણ કરાયુ હતું જેને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લીલીઝંડી બતાવી હતી.
સુરતમાં હર્ષ સંઘવીએ 40 નવી જીએસઆરટીસી બસોનું લોકાર્પણ કર્યુ હતું. ગુજરાતના નાગરિકો માટે રાજ્ય સરકાર દ્વારા 40 નવી જીએસઆરટીસી બસોની શરૂઆત કરવામાં આવી છે. સુરત ખાતેથી આ બસોને લીલી ઝંડી આપવામાં આવી હતી. છેલ્લા બે વર્ષમાં 2000થી વધુ જેટલી બસો રાજ્યોના નાગરિકો માટે મુકવામાં આવી છે. એસટી દ્વારા છેલ્લા બે વર્ષમાં 2.15 લાખ પેસેન્જર વધારવામાં સફળતા મળી છે. જે આજ સુધીનો ઐતિહાસિક વધારો માનવામાં આવી રહ્યો છે. તો હર્ષ સંઘવીએ કહ્યુ હતું કે હું એસટીના સૌ ડ્રાઇવર કંડકટર અને તેમના પરિવારજનોને આભાર માનું છું. આ પરિવારના સભ્યો રાત દિવસ મહેનત કરીને રાજ્યના નાગરિકો માટે સુવિધા વધારવાનું કામ કરી રહ્યા છે. તો સાથે એમ પણ કહ્યુ હતું કે માં અંબાજીની ભક્તિ જોડે આ વર્ષે નવરાત્રી દરમિયાન ઓપરેશન સિંદૂરની શક્તિ નજરે પડી છે. રાજ્યભરમાં અત્યાર સુધી 7000 હજાર નાના મોટા આયોજનોમાં ઓપરેશન સિંદૂરના થીમ ઉપર ગરબા જોવા મળી રહ્યા છે. જે થકી દેશના સરહદના સૈનિકોના મનોબળ વધારતા ગરબા રમતા ખેલૈયાઓ તથા આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
