સુરત : ખાડાની રીપેરીંગ કરવાની કામગીરી પુરજોશમાં
રીપેરીંગ સાઈડની મનપા કમિશનરે સરપ્રાઈઝ વીઝીટ લીધી
તમામ ઝોનમાં પડેલા ખાડાઓ પુરવા માટે કામગીરી હાથ ધરાઈ
સુરતમાં વરસાદને લઈ અનેક વિસ્તારોમાં રસ્તાઓનુ ધોવાણ થવાની સાથે અનેક જગ્યાએ ખાડાઓ પડી ગયા હતા જેનું યુદ્ધના ધોરણે કામ કરાઈ રહ્યુ હોય ત્યારે રીપેરીંગ સાઈડની મનપા કમિશનરે સરપ્રાઈઝ વીઝીટ લીધી હતી.
સુરતમાં વરસાદને પગલે ધોવાયેલા રોડ અને ખાડાની રીપેરીંગ કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. રોડ રીપેરીંગ સાઈડ પર સુરત મહાનગર પાલિકા કમિશનર શાલીની અગ્રવાલની સરપ્રાઈઝ વિઝીટ જોવા મળી હતી. તો સુરતમાં પડેલા ખાડાઓ યોગ્ય રીતે પૂરવામાં આવે છે કે કેમ તે અંગે વિઝીટ કરી તપાસ કરી હતી. રોડ પર પડેલા ઊંડા ખાડાઓ પુરવા સુરત શહેરમાં પ્રથમ વખત પેવર બ્લોક નાંખી રોડ રીપેરીંગ કરાશે. હાલ શહેરના તમામ ઝોનના રોડ રસ્તા ખરાબ થઈ ચૂક્યા છે. અને તમામ ઝોનમાં પડેલા ખાડાઓ પુરવા માટે કામગીરી હાથ ધરાઈ છે.
