સુરતમાં સીનીયર પત્રકારના ઘરમાં લાખઓની ચોરી મામલો
ઉત્રાણ પોલીસે બે સીકલીગરોને પકડી પડ્યો
પોલીસે ચોરીમાં ગયેલા 8 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે
સુરતમાં ઘરફોડ ચોરીના વધી રહેલા બનાવો વચ્ચે મોટા વરાછા વિસ્તારમાં સિનિયર પત્રકારના ઘરમાં થયેલી લાખો રૂપિયાની ઘરફોડ ચોરીને અંજામ આપનાર બે સીકલીગરોને ઉત્રાણ પોલીસે ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરતમાં ઘરફોડ ચોરોનો આતંક રોજેરોજ સામે આવી રહ્યો છે. ત્યારે ઉત્રાણ પોલીસ મથકની હદમાં મોટા વરાછા ખાતે રહેતા સીનીયર પત્રકાર જગદીશ દવેના ઘરમાં લાખઓની ઘરફોડ ચોરીની ઘટના બની હતી. ચોરોએ રાત્રીના સમયે ઘરના તાળા તોડી ઘરમાંથી દાગીનાની ચોરી કરી ભાગી છુટ્યા હતા જે ચોરોને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા હતાં. ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે અમરોલી સાયણ વિસ્તારમાંથી બે રીઢા ચોર સિકલીગર અમરસિંગ બાવરી તથા શંકરસિંહ બાવરીને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી ચોરીમાં ગયેલા 8 લાખ 56 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.