સુરતમાં દુષ્કર્મના કેસમાં બીજેપી નેતાની ધરપકડ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં દુષ્કર્મના કેસમાં બીજેપી નેતાની ધરપકડ
યુવતી સાથે દુષ્કર્મ આચરનારા બીજેપીના મહામંત્રી સહિત બે દબોચાયા,
બંને મિત્રોએ સાથે મળી યુવતી સાથે આચર્યું હતું દુષ્કર્

સુરતમાં બળાત્કારની ઘટનાઓમાં રોજેરોજ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સુરતના ભાજપના વોર્ડ નંબર 8ના મહામંત્રી અને તેના મિત્ર પર બળાત્કારની ફરિયાદ નોંધાતા જહાંગીરપુરા પોલીસે બન્નેને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

સુરત શહેરમાંથી એક ગંભીર અને ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ભાજપના વોર્ડ નંબર આઠના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંહ સામે દુષ્કર્મનો ગંભીર કેસ લાગ્યો છે. બંનેએ સામે એક યુવતી સાથે દુષ્કર્મ આચરવાનો ગુનો નોંધાયો છે. જેના આધારે જહાંગીરપુરા પોલીસે ઝડપથી કાર્યવાહી કરતા બંને આરોપીઓને ધરપકડ કરી હતી. તો બનાવ અંગે મળતી માહિતી મુજબ આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવસિંહે સાથે મળીને બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. ઘટના સંબંધિત વિગતો પીડિતના નિવેદનના આધારે પોલીસને મળી છે. તો પોલીસે આરોપીઓ સામે આઈપીસીની સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે અને વધુ પૂછપરછ શરૂ કરી છે. વધુમાં આદિત્ય ઉપાધ્યાય ભાજપના સ્થાનિક સ્તરના મહામંત્રી તરીકે કાર્યરત છે, જે સમાજમાં એક ઓળખ ધરાવતો છે. તેની ધરપકડ બાદ રાજકીય પડઘા પણ પડવાનું ધારણ છે. પાર્ટી તરફથી હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ મહત્વની વાત એ છે કે કોઈપણ વ્યક્તિ, તેની ઓળખ કે પદ ભલે જેવુ હોય, કાયદાથી ઉપર નથી. આ ઘટના સામે યુવતીઓની સુરક્ષા અંગે ફરીવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક જનતામાં આ ઘટના અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો આરોપીઓને કડકથી કડક સજા થાય તેવી માંગ ઉઠાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *