અરવલ્લી જિલ્લામાં મોડી સાંજે વરસાદી વાતાવરણ
વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી
મોડાસા ચાર રસ્તા પર પાણી ભરાયા
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં આજરોજ સામી સાંજે ચોમાસા સીઝનનો પહેલો વરસાદ વરસતા પાલિકા તંત્ર સામે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી સ્થિતિના દ્રશ્યો જોવા મળ્યા હતા.
મોડાસા શહેરના મુખ્ય ચાર રસ્તા પર ઢીંચનસમાં વરસાદી પાણી ભરાઇ જતા ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી હતી. તંત્રની પ્રિ મોન્સૂનની કામગીરીના દાવા પોકળ સાબિત થયા હતા.મોડાસા શહેરમાં સમી સાંજે ગાજવીજ સાથે વરસેલા વરસાદના કારણે વિવિધ માર્ગો પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા હતા.દિવસ દરમિયાન અસહ્ય ઉકરાટ વચ્ચે વરસાદી માહોલ થઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી……