મોડાસાના ટીંટોઇ નજીક મોડીરાત્રીએ અજાણ્યા શખ્સની લાશ મળી
મૃતકના હાથ પર નટવરસિંહ નામ કોતરેલ
અસારવા ઉદેપુર બ્રોડગેજ રેલવે લાઇન પર ટીંટોઇ નજીક મોડીરાત્રીએ અજાણ્યા શખ્સની લાશ મળી આવી હતી
મોડાસાના ટીંટોઈ વિસ્તારમાં મળતી માહિતી મુજબ ગત સાંજના સમયે રેલવે ટ્રેક પરથી અજાણ્યા શક્સ નો મૃતદેહ મળ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ તળાવ કંપા પાસે પુલ નજીક અસારવા ઉદેપુર બ્રોડગેજ રેલવે લાઈન પર અજાણ્યા શક્સનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં પ્રાથમિક માહિતી મુજબ રેલવે ધ્વારા અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ છે. સમગ્ર ઘટનાની જાણ થતા ટીંટોઈ પોલીસ ઘટના સ્થળે પોંહચી હતી અને તપાસ હાથ ધરી હતી. જ્યાં મૃતકને પીએમ અર્થએ મોડાસા ખાતે પોશ અર્બન ખાતે ખસેડાયો હતો બીજી તરફ મૃતકના હાથ ઉપર નટવરસિંહ નામ કોતરેલ હોવાનુ જાણવા મળ્યું હતું. ટીંટોઈ પોલીસ ધ્વારા હાલ મૃતકની ઓળખ માટે તજવીજ હાથ ધરી છે..