તાપી : શ્રી મહારાજા અગ્રસેન મહારાજ જયંતિની ભવ્ય શોભાયાત્રા

Featured Video Play Icon
Spread the love

તાપી : શ્રી મહારાજા અગ્રસેન મહારાજ જયંતિની ભવ્ય શોભાયાત્રા
ગાંધી ચોક ખાતે પાલખી રથ પર પુષ્પવર્ષા કરાઇ
અગ્રવાલ સમાજનાં અગ્રણીઓ દ્વારા વિશાળ રેલીનું સ્વાગત

ગંગા સમગ્ર તાપી પ્રાંત દ્વારા કિલ્લે સોનગઢ નગરમાં ધીરજ હોસ્પિટલ, ગાંધી ચોક ખાતે તા.22/09/2025 સોમવાર અગ્રવાલ સમાજના આરાધ્ય દેવ શ્રી મહારાજા અગ્રસેન મહારાજ જયંતિ ની ભવ્ય શોભાયાત્રા માં શ્રી અગ્રસેન મહારાજ ની પાલખી રથ પર પુષ્પવર્ષા કરી હતી. અને ખુબજ મોટી સંખ્યામાં હાજર રહેલ અગ્રવાલ સમાજનાં અગ્રણીઓની વિશાળ રેલીનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.
સ્વાગત સન્માન કાર્યક્રમ માં ગંગા સમગ્ર ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ શ્રી સંજયભાઈ શાહ, ગંગા સમગ્ર તાપી પ્રાંત સંપર્ક આયામ મહામંત્રી શ્રી રાઘવેન્દ્ર શિંદે, સ્વાસ્થ્ય આયામ અધ્યક્ષ શ્રી જગન્નાથભાઈ ગાગરે, સોનગઢ નગરપાલિકા આકારણી સમિતિ અધ્યક્ષ શ્રી કિશોરભાઈ ચૌધરી, સોનગઢ નગર ભાજપા પ્રમુખ શ્રી અમિતભાઈ અગ્રવાલ નાઓએ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *