સુરતની પુણા પોલીસે ઓરિસ્સાના ગંજામથી આરોપીને પકડ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની પુણા પોલીસે ઓરિસ્સાના ગંજામથી આરોપીને પકડ્યો
એનડીપીએસના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડ્યો
આલોક ઉર્ફે દેબઆશિષ ઉર્ફે કાલિયા કૃષ્ણચંદ્ર ગૌડને ઝડપ્યો

સુરતની પુણા પોલીસે એનડીપીએસના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઓરિસ્સાના ગંજામ જીલ્લાના જંગલમાંથી ઝડપી પાડી સુરત લઈ આવી હતી.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલા આદેશને લઈ પોલીસ ટીમ મેદાને હતી ત્યારે પુણા પોલીસે પીઆઈ વીએમ દેસાઈના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા ત્યારે પીએસઆઈ એચજે દેસાઈની ટીમના અહેકો જગદીશભાઈ તથા અલોર. રાજેન્દ્રભાઈને મળેલી બાતમીના આધારે એનડીપીએસના ગુનામાંસ સંડોવાયેલા આરોપી એવા આલોક ઉર્ફે દેબઆશિષ ઉર્ફે કાલિયા કૃષ્ણચંદ્ર ગૌડને ઓરિસ્સાના ગંજામ જીલ્લાના શેરાગઢ વિસ્તારના જંગલમાંથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *