સુરતમાં હવે ગુનેગારોને કાયદાનો ડર નથી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં હવે ગુનેગારોને કાયદાનો ડર નથી
વેસુના આંબેડકર નગરમાં બે જુથો સામસામે આવતા હિંસક અથડામણ
પોલીસ પેટ્રોલિંગ ઉપર ઉઠ્યા સવાલ

સુરતમાં હવે ગુનેગારોને કાયદાનો ડર ન હોય તેમ લાગી રહ્યુ છે. કારણ કે વારંવાર ગુનેગારો કાયદાના લીરેલીરા ઉડાડી રહ્યા છે. ત્યારે વેસુના આંબેડકર નગરમાં બે જુથો સામસામે આવી જતા હિંસક અથડામણ થઈ હતી જેના વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.

સુરતના વેસુના આંબેડકર નગરમાં ધોળા દિવસે અસામાજિક તત્વો બેફામ બન્યા છે, જેનો એક ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. વેસુના આંબેડકર નગરમાં બે જૂથો વચ્ચે સામસામે હિંસક અથડામણ થઈ હતી. અસામાજિક તત્વોએ જાહેરમાં પટ્ટાબાજી અને પથ્થરમારો કરી આતંક મચાવ્યો હતો. ધોળા દિવસે થયેલી આ મારામારીના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે લુખ્ખા તત્વો પોલીસના ડર વગર એકબીજા પર તૂટી પડ્યા હતાં. આ હિંસક દ્રશ્યોને પગલે સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. સામાન્ય નાગરિકો હવે પોતાની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે. શું વેસુ પોલીસને આ અંગે કોઈ જાણ નહોતી. પોલીસનો ખોફ માત્ર કાગળ પર જ રહ્યો હોય તેમ અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સ્થાનિકોની માંગ છે કે આવા ગુંડા તત્વો સામે કડક હાથે કામગીરી કરવામાં આવે અને વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે જેથી સામાન્ય જનતા શાંતિથી જીવી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *