સુરત રેલવે સ્ટેશન પરથી 2 કિલોગ્રામ શુદ્ધ કોકેઇન જપ્ત

Featured Video Play Icon
Spread the love

સુરત રેલવે સ્ટેશન પરથી 2 કિલોગ્રામ શુદ્ધ કોકેઇન જપ્ત
દિલ્હીથી મુંબઈ જતી ટ્રેનમાંથી મુસાફર પાસેથી 20 કરોડની કિંમતનો કોકેઇન
ડીઆરઆઈ દ્વારા આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી

સુરત રેલવે સ્ટેશન પરથી ડીઆરઆઈએ દિલ્હીથી મુંબઈ જતી ટ્રેનમાંથી એક મુસાફર પાસેથી અંદાજે 20 કરોડની કિંમતનો 2 કિલોગ્રામ શુદ્ધ કોકેઇન જપ્ત કરવામાં આવ્યું છે.

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ એટલે કે ડીઆરઆઈના અધિકારીઓએ મળેલી ચોક્કસ બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશન પર દિલ્હીથી મુંબઈ જતી ટ્રેનમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ મુસાફરની ચકાસણી કરતાં તેની પાસેથી અંદાજે 2 કિલોગ્રામ શુદ્ધ કોકેઇનનો જથ્થો મળી આવ્યો હતો. અધિકારીઓએ તાત્કાલિક કોકેઇન જપ્ત કરી આરોપીને કસ્ટડીમાં લીધો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દિલ્હીથી મુંબઈ જઈ રહ્યો હતો અને નશીલા પદાર્થની હેરાફેરી માટે મુસાફરી કરી રહ્યો હતો. જપ્ત કરાયેલા કોકેઇનની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે 20 કરોડ રૂપિયા હોવાનું જણાવાઈ રહ્યું છે. હાલ ડીઆરઆઈ દ્વારા આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *