વિમાન દુર્ઘટનામાં 275 લોકોના મોત બાદ ડીએનએ પરીક્ષણ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લીધી દુર્ઘટના સ્થળની મુલાકાત.
એફએસએલ અને એનએફએસયુ ની મુલાકાત બાદ ઘટના સ્થળે પહોંચ્યા સંઘવી.
અગાઉ હર્ષ સંઘવીએ ડીએનએ પરીક્ષણ પ્રક્રિયા અંગે કરી રિવ્યૂ બેઠક.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 275 લોકોના મોત બાદ રાજ્યના ગૃહવિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એફએસએલમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક બાદ હર્ષ સંઘવીએ કહ્યું કે એફએસએલની ટીમ બે દિવસથી રાત દિવસ જોયા વગર કામ કરી રહી છે અને ડીએનએસે મ્પલિંગનું કામ ચાલી રહ્યું છે.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 275 લોકોના મોત બાદ FSLની ટીમ દ્રારા DNA સેમ્પલિંગનું કામ ચાલી રહ્યું છે જેને લઇ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ફોરેન્સિક સાયન્સની ગુજરાતની ટીમ 2 રાતથી તમામ પરિવારના DNA સેમ્પલિંગનું કામ કરી રહી છે. ભારત સરકારમાંથી પણ મોટી સંખ્યામાં ફોરેન્સિક જાણકારોની મદદ અહીં મોકલવામાં આવી છે.સરકાર જલદી આ પ્રક્રિયા પતે તેમ કામ કરશે.
ગૃહ વિભાગના સચિવ, રાજ્યના પોલીસ વડા, અમદાવાદ પોલીસ કમિશનર તેમજ IB ના આઇજીપી પ્લેન ક્રેશ સાઇટની મુલાકાતે પહોંચ્યા છે. FSL અને NFSUની મુલાકાત તેમજ DNA પરીક્ષણ પ્રક્રિયા અંગે રિવ્યૂ કરવામાં આવ્યું છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે.કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી