સુરત મહાનગર પાલિકાનો ફુડ વિભાગ એકશનમાં

Featured Video Play Icon
Spread the love

સુરત મહાનગર પાલિકાનો ફુડ વિભાગ એકશનમાં
138 સ્થળોએ ખાણીપીણીના લારીઓ ઉપર ચેકિંગ
આરોગ્ય વિભાગ દ્વારા 52 હજાર 300નો દંડ વસુલાયો

સુરત મહાનગર પાલિકાનો ફુડ વિભાગ એકશનમાં આવી ગયો હોય તેમ શહેરમાં 138 સ્થળોએ ખાણીપીણીના વેપારીઓના લારી ગલ્લાઓ પર દરોડા પાડ્યા હતા જેમાંથી 75 એકમોને નોટીસ આપવાની સાથે દંડ વસુલ્યો હતો.

સુરત મહાનગર પાલિકાનો આરોગ્ય વિભાગ એકશન મોડમાં આવી ગયો છે. ઉનાળા સમયે અખાદ્ય પ્રદાર્થોનુ વેચાણ ન થાય તેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા શહેરની જાણીતી રેસ્ટોરન્ટ અને લારી ગલ્લાઓ મળી 138 સ્થળો પર દરોડા પાડ્યા હતાં. જેમાંથી 75 એકમોને વિવિધ જોગવાઈઓ હેઠળ નોટીસ આપી આરોગ્ય વિભાગ દ્વારા 52 હજાર 300નો દંડ વસુલાયો હતો. રાજ્ય સરકારના આદેશ બાદ સુરત મહાનગર પાલિકાનો આરોગ્ય વિભાગ એકશનમાં આવતા ખાણીપીણીના વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *