સુરતની ઉત્રાણ પોલીસના કઠોર ગામમાં દરોડા

Featured Video Play Icon
Spread the love

સુરતની ઉત્રાણ પોલીસના કઠોર ગામમાં દરોડા
મકાનમાં ચાલતા જુગારધામને ઝડપી પાડ્યો
10 જુગારીઓને ઝડપી પાડી હજ્જારોનો મુદ્દામાલ કબ્જે કર્યો

સુરતની ઉત્રાણ પોલીસે કઠોર ગામમાં દરોડા પાડી ત્યાં એક મકાનમાં ચાલતા જુગારધામને ઝડપી પાડી ત્યાંથી 10 જુગારીઓને ઝડપી પાડી હજ્જારોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બગડીયા અને નાયબ પોલીસ કમિશનર ઝાલાની સુચનાને લઈ પીઆઈ એચઆર ગોસ્વામીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ એનબી બલદાણીયાની ટીમના અહેકો મહેન્દ્રભાઈ તથા અપોકો કાનજીભાઈને મળેલી બાતમીના આધારે કઠોરગામમાં આવેલા એક મકાનમાં દરોડા પાડી ત્યાંથી જુગાર રમતા 10 જુગારીઓ જેમાં જાબીર પઠાણ, ઈલિયાસ મિર્જા, દસ્તખીર શેખ, સોહેલ શેખ, શાહરૂખ પઠાણ, નાનુ પાટીલ, નાસીર પઠાણ, એઝાઝ બોબાત, સમીર પાયક અને જુબેર તાઈને ઝડપી પાડી પોલીસે તેઓ પાસેથી દાવ પરના તથા અંગડતીના રોકડા રૂપયા તથા 11 મોબાઈલ સહિત 89 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *