સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
વરસાદના પ્રથમ જ રાઉન્ડમાં અનેક રસ્તાઓ પર પાણી
પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો ઊભા થયા

સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીએ શહેરને તરબોળ કરી દીધું છે. ભારે વરસાદના પ્રથમ જ રાઉન્ડમાં અનેક રસ્તાઓ પર પાણી ભરાતા પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

સુરત શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદના પગલે શહેરના અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ઉધના-નવસારી રોડ પર મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર પાણી ભરાવાના કારણે અનેક વાહનો રસ્તા વચ્ચે જ બંધ પડી ગયા હતા, જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી. વરસાદી પાણી ભરાવાથી રાહદારીઓ અને દૈનિક મુસાફરોને ભારે હાલાકીનો અનુભવ કરવો પડ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો પર જ પાણી ભરાઈ જતા પ્રાથમિક સુવિધાઓ અને ડ્રેનેજ વ્યવસ્થાને લઈને લોકોમાં પણ નારાજગી જોવા મળી હતી. પ્રથમ વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાતા સુરત મહાનગર પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *