સુરત સિંગણપોરમાં ભાગીદારને એમડી ડ્રગ્સ કેસમાં ફસાવવાનો મામલો
ડ્રગ્સ આપનારને ત્રણ મહિના બાદ એસઓજીએ ઝડપી પાડ્યો
સફવાન ઈશાક મેવાવાલાને એસઓજીએ નાનપુરામાંથી ઝડપી પાડ્યો
સુરતમાં ભાગીદારને ફસાવવા તેની ગાડીમાં એમડી ડ્રગ્સ રાખવા મામલે ડ્રગ્સ આપનારને ત્રણ મહિના બાદ એસઓજીએ ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા અને નાર્કોટીક્સના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલ આદેશને લઈ એસઓજીના ડીસીપી અને પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હે.કો. જીતેન્દ્રસિંહ અને પો.કો. સિકંદરને બાતમીના આધારે સિંગણપોર ડભોલી પોલીસ મથકમાં ત્રણ મહિના પહેલા એક ઈસમ ડ્રગ્સ સાથે પકડાયો હોવાની ઘટનામાં ભાગીદારે તેને ફસાવવા ડ્રગ્સ મુકાવ્યો હોવાનુ સામે આવ્યા બાદ ભાગીદાર અને ડ્રગ્સ મુકનારને પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે આ ગુનામાં ગાડીમાં ડ્રગ્સ મુકનાર જેની પાસેથી ડ્રગ્સ લાવ્યો હતો તે સફવાન ઈશાક મેવાવાલાને પણ એસઓજીએ નાનપુરામાંથી ઝડપી પાડી તેનો કબ્જો સિંગણપોર ડભોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
