જૂનાગઢ વિસાવદરની પેટા ચૂંટણીમાં બબાલ.
ભેંસાણના વિસાવળ ગામે મતદાન મથક પર માથાકૂટ.
વિપુલ કાવાણી નામના આગેવાને માથાકૂટ કર્યાનો આક્ષેપ.
જુનાગઢની 87-વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે19 જૂન, બુધવારે મતદાન છે અને 23 જૂનના રોજ મતગણતરી હાથ ધરાશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે તંત્રએ મજબૂત સુનિશ્ચિતતા સાથે વ્યવસ્થા ઉભી કરી છે. 2.61 લાખ મતદારો 297 મતદાન મથકો પર મતદાન કરશે. મતદાન પ્રક્રિયા માટે 1884 કર્મચારીઓ તૈનાત છે. પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને ‘આપ’ તેમજ અન્ય પક્ષના ઉમેદવારો મેદાનમાં છે.
વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં કુલ 2,61,092 મતદારો નોંધાયેલા છે. જેમાં 1,35,609 પુરુષ, 1,25,479 મહિલા અને 4 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. મતદારોના માર્ગદર્શન માટે ફોટાવાળી મતદારયાદી તૈયાર કરી દેવાઈ છે. મતદારોને મતદાનના પાંચ દિવસ પૂર્વે ફોટો વોટર સ્લીપ વિતરણ કરવામાં આવી છે. દ્રશ્ય વિકલાંગતા ધરાવતા તથા અંધ મતદારો માટે બ્રેઈલ લાક્ષણિકતાઓ સાથેની વોટર સ્લીપ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ત્યારે અમુક જગ્યાએ વિસાવદરની પેટા ચૂંટણીમાં બબાલ થવાના વિડીયો સામે આવ્યા છે જેમાં ભેંસાણના વિસાવળ ગામે મતદાન મથક પર માથાકૂટ થતા વિપુલ કાવાણી નામના આગેવાને માથાકૂટ કર્યાનો આક્ષેપ છે
વિસાવદર વિધાનસભા બેઠક પર વહેલી સવારથી જ મતદારો મતદાનને લઈને ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. જે પ્રારંભિક તારણ અનુસાર સાંજે છ વાગ્યા સુધીમાં સમગ્ર વિધાનસભા બેઠક પર ધીંગુ મતદાન થાય તેવી આશા છે. વર્ષ 2022 માં વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં મતદાન 60% કરતાં પણ વધુ થયું હતું. બિલકુલ તેવી જ રીતે પેટા ચૂંટણીમાં મતદાનની ટકાવારી 60% કરતાં પણ વધારે થાય તેવું પ્રાથમિક તારણ મતદાનના બે કલાક દરમિયાન જોવા મળી રહ્યું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી