કડી વિધાનસભાની પેટાચૂંટણી વચ્ચે મોટા સમાચાર
કડીના બુથ નં.134, 154 પર બે જૂથ સામસામે આવ્યા
ટોળામાંથી પથ્થર ફેંકાયો હોવાનો યુવકે દાવો કર્યો
કડી વિધાનસભાની પેટાચૂંટણી વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ કડી વિધાનસભા પેટાચૂંટણીના મતદાન વચ્ચે બબાલ થયાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બે જૂથ સામસામે આવતા મામલો ગરમાયો હતો. જેમાં કડીના બુથ નં.134, 154 પર બે જૂથ સામસામે આવ્યા હતા. જેમાં ટોળામાંથી પથ્થર ફેંકાયો હોવાનો યુવકે દાવો કર્યો છે. ઘટનાને લઈ હવે મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો છે.
મહેસાણા જિલ્લાની કડી વિધાનસભા બેઠક પર હાલ પેટાચૂંટણીને લઈ મતદાન ચાલી રહ્યું છે. આ તરફ હવે કડી શહેરના શાંતાબેન માણેકલાલ પટેલ પ્રાથમિક શાળાના બુથ ઉપર બબાલના સમાચાર સામે આવતા પોલીસ દોડતી થઈ છે. વિગતો મુજબ અહીં કોઈ કારણોસર બે જુથ સામસામે આવતા મામલો ગરમાયો હતો. કડીના બુથ નંબર 134-154 પર બે જુથ સામસામે આવ્યાના સમાચાર મળતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. ત્યારે પૂર્વ ડે.સીએમ નીતિન પટેલે પણ મતદાન કરી માહિતી આપી
ગુજરાતની 2 વિધાનસભા બેઠક પર આજે પેટા ચૂંટણી અંતર્ગત મતદાન યોજાઇ રહ્યું છે. કડી અને વિસાવદર બે બેઠકો પર પેટા ચૂંટણીનું આજે મતદાન ચાલી રહ્યું છે. આજે સવારે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઇ ચૂક્યું છે જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. કડી બેઠક પર 294 મતદાન મથકો પર મતદાન હાથ ધરાયું છે. કડી વિધાનસભામાં કુલ 294 106 બુથ સંવેદનશીલ છે. અહીં પેટા ચૂંટણી માટે કુલ 1900 જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. આ બેઠક પર કુલ 2 લાખ, 89 હજાર 927 ઉમેદવારો છે.. કડીમાં ન્યૂ આદર્શ હાઈસ્કુલમાં 156 નંબરનું બુથ પર્યાવરણીય થીમ પર બનાવાયું છે, તો 158 નંબરનું બુથ દિવ્યાંગ બુથ બનાવાયું….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી