વિસાવદર પેટાચૂંટણીમાં આચારસંહિતા ભંગ
અપક્ષ ઉમેદવારના ખર્ચ એજન્ટની નિમણૂક રદ,
રાજુ કરપડાને મતવિસ્તાર છોડવા આદેશ
વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી-2025માં આદર્શ આચારસંહિતાના ભંગ બદલ ચૂંટણી પંચે કડક પગલાં લીધા છે. અપક્ષ ઉમેદવાર સંજય હિતેષભાઈ ટાંકના ખર્ચ એજન્ટ કરપડા રાજુ મેરામભાઈ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ અહેવાલ મુજબ વિસાવદર પેટાચૂંટણીમાં કરપડા રાજુભાઈએ છેલ્લા 48 કલાકની એસ.ઓ.પી.નું ઉલ્લંઘન કર્યું હતું. તેઓ વિધાનસભા મતવિસ્તારના મતદાર ન હોવા છતાં, 17 જૂન 2025ના રોજ આણંદપુર ગામની સીમમાં પ્રવેશ્યા હતા. તેમણે અંગ્રેજી દારૂના વીડીયો બનાવી આમ આદમી પાર્ટીના પ્રચાર માટે ઉપયોગ કર્યો હતો. ચૂંટણી અધિકારીએ કરપડા રાજુભાઈની એજન્ટ તરીકેની નિમણૂક તાત્કાલિક રદ કરી છે. તેમને વિસાવદર વિધાનસભા મતવિસ્તાર તુરંત છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. ચૂંટણી પંચે છેલ્લા 72 કલાક માટે વિશેષ એસ.ઓ.પી. જાહેર કરી છે, જે મુજબ કોઈપણ બિનમૂળ નિવાસી પક્ષકાર કાર્યકર મતવિસ્તારમાં રહી શકશે નહીં.
શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે જુનાગઢના પોલીસ અધિક્ષકને પણ આ મામલાની નકલ મોકલવામાં આવી છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે, વધારાના એજન્ટની ફરજ માત્ર ખર્ચ સંબંધિત હોય છે અને જો તેઓ મતવિસ્તારની બહારના રહેવાસી હોય તો વિધાનસભા ક્ષેત્ર છોડવું ફરજિયાત છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી