વિસનગરમાં કિશોરી સાથે ગેંગરેપ કરનારા આરોપી પકડાયા
6 માંથી 5 આરોપીની વિસનગર પોલીસે કરી ધરપકડ
પોલીસે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી
વિસનગરમાં 15 વર્ષની કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે. જેમાં વિસનગરમાં 15 વર્ષની કિશોરી સાથે ગેંગરેપ થતા ગુજરાત શર્મસાર થયુ છે
મહેસાણા જિલ્લામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિસનગરમાં 15 વર્ષની કિશોરી સાથે 6 નરાધમ યુવકોએ વારાફરતી સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ છે. તેમાં ત્રણ દિવસમાં ત્રણ વખત સગીરાનું વારાફરતી અપહરણ થયુ હતુ. ત્રણ વખત કરાયેલા અપહરણમાં 6 નરાધમોએ બળાત્કાર ગુજાર્યો છે. તેમાં પ્રકાશ મોદી નામના યુવકે 15 વર્ષીય સગીરાને ગોંધી રાખી હતી. 6 લોકોએ 3 દિવસમાં સગીરાનું 3 વખત અપહરણ કરી દુષ્કર્મ આચર્યું છે. 6 નરાધમોએ સગીરા પર વારા ફરતી દુષ્કર્મ ગુજાર્યું હોવાનો ખુલાસો થયો છે. એક આરોપીએ સગીરાને પોતાના ઘરમાં જ ગોંધી રાખી હતી. મળતી માહિતી અનુસાર 6 પૈકી 5 આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં જ પકડ્યા છે. પોલીસે 6 આરોપી સામે પોક્સો, દુષ્કર્મ, અપહરણની ફરિયાદ દાખલ કરી છે.
વિસનગરમાં 14 વર્ષની સગીરા પર 6 નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. એક આરોપીએ સગીરાને પોતાના ઘરમાં જ ગોંધી રાખીને એક પછી એક સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતુ. સમગ્ર ઘટનાની પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં જ 5 આરોપીને ઝડપી પાડ્યા હતા. તેમના સામે પોક્સો, દુષ્કર્મ, અપહરણની ફરિયાદ દાખલ કરી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
