અમરેલી ધારીમાં આંગણવાડી સંચાલિકાઓનો વિરોધ.

Featured Video Play Icon
Spread the love

અમરેલી ધારીમાં આંગણવાડી સંચાલિકાઓનો વિરોધ.
આંગણવાડી સંચાલિકાઓને બીએલઓ ની કામગીરી સોંપાતા રોષ.
આંગણવાડી સંચાલિકાઓને અધિકારીઓએ ખખડાવ્યાનો આરોપ.

અમરેલી જિલ્લામાં આંગણવાડી સંચાલિકાઓને ચૂંટમીલક્ષી બીએલઓ કામગીરી સોંપવામાં આવતા તંત્ર અને આંગમવાડી કાર્યકર મહિલાઓ આમને સામને આવી ગયા છે.

ધારી તાલુકામાં આંગણવાડી સંચાલિકાઓને બીએલઓ તરીકેની કામગીરી ફરજિયાતપણે સોંપવામાં આવી રહી છે, આજે અમરેલી ધારીમાં યોજોયલી બેઠકમાં આંગણવાડી વર્કરોને ઓર્ડર સ્વીકારી લેવા દબાણ કરી જો ઓર્ડર નહીં સ્વીકારો તો વોરંટ નીકળશે કહેતા જ ટેન્શનમાં આવી ગયેલી ત્રણ સંચાલિકાઓની તબિયત લથડી જતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જો કે તંત્ર અમલીકરણ કરાવવા માટે મક્કમ છે. જેનો સંચાલિકાઓ દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. સંચાલિકાઓનું રટણ છે કે, તેમને પોતાની મૂળભૂત આંગણવાડી કામગીરીનું ભારણ પહેલેથી જ ખૂબ વધારે છે અને તેવામાં બીએલઓની વધારાની કામગીરી સ્વીકારવી તેમના માટે શક્ય નથી.

ધારીમાં યોજાયેલી એક બેઠકમાં અધિકારીઓએ આંગણવાડી સંચાલિકાઓને ઉગ્ર ભાષામાં ખખડાવવામાં આવી હતી. સંચાલિકાઓ કહે છે કે અધિકારીઓએ કામગીરી નહીં સ્વીકારવા બદલ વોરંટ ઇસ્યુ કરવામાં આવશે તેવી ધમકીઓ પણ હતી તેવા આક્ષેપો કરવામાં આવ્યો હતો . આ તણાવપૂર્ણ માહોલના કારણે ત્રણ આંગણવાડી સંચાલિકાઓની તબિયત અચાનક લથડી હતી, જેને પગલે તેમને તાત્કાલિક ધારીની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

મામલતદારે જણાવ્યું હતું કે, બેઠકમાં અઘીકારી ઓ દ્વારા ઓડર સ્વીકારવાનુ કહેતા આંગણવાડીની બહેનો એ સ્વિકાર ન કરતા અમે કહેલ કે ઓડર નો સ્વીકાર ન કરવાથી નિયમ મુજબ પગલા લેવા પડે. અત્યારે ઓડર સ્વિકારો એ પછી અમે તમારી વાત ઉપર સુઘી પોહચાડશુ. તેમજ હોસ્પિટલ મા દાખલ થયેલ બહેનો ની ખબર અંતર પૂછીયા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *