પાલનપુરના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા
વરસાદના કારણે પાલનપુરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા
પાલનપુરમાં ત્રણ કલાકમાં સાત ઇંચ વરસાદ પડ્યો
બનાસકાંઠા પાલનપુરમાં ત્રણ કલાકમાં સાત ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં પાલનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે.
બનાસકાંઠા પાલનપુરના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. તથા પાલનપુરના બસ સ્ટેન્ડ, ગણેશપુરા, અંબાજી હાઈવે પર પાણી ભરાયા છે. જેમાં ભારે વરસાદના કારણે પાલનપુરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. પાલનપુરના મફતપુરા અને ઢુંઢિયાવાડી વિસ્તારોમાં ઢીંચણ સુધી પાણી ભરાતાં રસ્તાઓ નદીની જેમ વહેતા થયા, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ધાનેરાની સરકારી કચેરીઓ બહાર પણ પાણી ભરાયા. ભારે વરસાદે ટ્રાફિક અને રોજિંદા જીવનને અસર કરી છે. વહીવટી તંત્ર સતર્ક બન્યું છે અને લોકોને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે બનાસકાંઠામાં ભારે વરસાદે તારાજી સર્જી છે. મળતા અહેવાલ પ્રમાણે વડગામમાં 10 ઈંચથી વધુ, પાલનપુરમાં 7 ઈંચ અને દાંતીવાડામાં 6.02 ઈંચ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે તમામ શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે. વડગામ અને પાલનપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે બનાસકાંઠાની નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે….કૌશિક પટેલનો રિપોર્ટનો હિન્દ ટીવી