ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા નવસારીમાં
જન પ્રતિસાદ મેળવવા માટે જન સમર્થન સભાનું આયોજન કરવામાં આવ્યું
મહિલા આરક્ષણ બિલના મુદ્દે કોંગ્રેસ ઉપર પ્રહાર
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા નવસારી જિલ્લાની મુલાકાત આવ્યા હતા તેમણે વાસદા વિધાનસભા મત વિસ્તારમાં જન પ્રતિસાદ મેળવવા માટે જન સમર્થન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમને સંબોધન કર્યું હતું.
સમુદનમાં તેમણે મહિલા આરક્ષણ બિલ ના પડી જવાના મુદ્દાને લઈને રાહુલ ગાંધી પર આંકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાહુલ ગાંધી કુવારા હોવાના કારણે સ્ત્રી સન્માન અને સ્વાભિમાન શું હોય છે એમનું ખબર નથી એવા આકરા પ્રહાર કર્યા હતા અને મહિલા આરક્ષણ બિલના મુદ્દે કોંગ્રેસ મહિલાઓને સન્માન આપવામાં માનતી ન હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો….
.
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું નારી સશક્તિ કરણ બિલ નો વિરોધ કરી કોંગ્રેસે આપણી માતા બહેનોને જાહેર જીવનમાં આવતી રોકવાનો પ્રયાસ કર્યો છે. ભારતની દીકરીઓને સ્વમાનભેર આત્મનિર્ભર બનતી અટકવાનું કામ કોંગ્રેસે કર્યું છે. કોંગ્રેસના નેતા કુંવારા છે એમને માતા બહેનોને કઈ ખબર ના પડે, સાત ફેરા ફરે એને ખબર પડે …52 તાલુકામાં આદિવાસી વસ્તી છે.. જેમાં કામો થાય છે. 60 વર્ષથી આદિવાસી સમાજને કોંગ્રેસે અન્યાય કર્યો છે. ઉપયોગ કર્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં પીવાનું પાણી, ખેતીની વીજળી 24 કલાક ભાજપે આપી છે. કોંગ્રેસના નેતા ઓ પાસે વિઝન નથી .. વાંસદા વિસ્તારમાં 600 કરોડ રૂપિયા 1 વર્ષ મળ્યા છે . વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાતમાં 5 મેડિકલ કોલેજો મળી છે
