કુંભારવાડા ગઢેચી નદી વિસ્તારમાં લોકોના રોષ ફેલાયો
નદી વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી કચરો લેવા નહી આવતા રોષ
આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને કાર્યકર્તાઓ પહોંચ્યા
કુંભારવાડા ગઢેચી નદી વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી કચરો લેવા નહી આવતા લોકોના રોષ ફેલાયો છે.
ગઢેચી નદી વિસ્તારમાં થોડા દિવસ પહેલા ડિમોલેશન કરાયું હતું. જેના લીધે લોકોને ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે હવે બાકી રહ્યા તે મકાન ધારકોને કોઈ ધ્યાન નહી આપતા લોકોમાં રોષ ફેલાતા આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. અને લોકોએ રજુઆત કરી હતી.
