15 દિવસના લાંબા વિરામ બાદ મેઘરાજાની સુરતમાં ધમાકેદાર એન્ટ્રી

Featured Video Play Icon
Spread the love

15 દિવસના લાંબા વિરામ બાદ મેઘરાજાની સુરતમાં ધમાકેદાર એન્ટ્રી
શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં ચોમાસાનો માહોલ જામ્યો

15 દિવસના લાંબા વિરામ બાદ આખરે મેઘરાજાએ સુરતમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ગત રાતથી શરૂ થયેલો મુશળધાર વરસાદ હજુ પણ યથાવત રહેતા શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં ચોમાસાનો માહોલ જામ્યો છે.

સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ગત મોડી રાતથી શરૂ થયેલો વરસાદ હાલ પણ યથાવત છે. શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમી તેમજ ઉકળાટમાંથી મોટી રાહત મળી છે. 15 દિવસ સુધી ચોમાસું લંબાયા બાદ આખરે મેઘરાજાએ જોરદાર આગમન કર્યું છે. સુરત જિલ્લાના તાપી કાંઠા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. વરસાદથી ખેતરોમાં નવી આશા જાગી છે અને ધરતીપુત્રોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. વરસાદના આંકડાઓ મુજબ સુરત શહેરમાં 2.6 ઇંચ, તાપી વિસ્તારમાં 2.5 ઇંચ, માંગરોળમાં 1.65 ઇંચ, કામરેજમાં 1.65 ઇંચ, પલસાણામાં 1.34 ઇંચ અને અરેઠમાં 1.26 ઇંચ વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *