સુરતના ઉમરા ગામમાં રાજા હેર યુનિસેક્સ સલૂનની શાખાનું ઉદ્ઘાટન

Featured Video Play Icon
Spread the love

સુરતના ઉમરા ગામમાં રાજા હેર યુનિસેક્સ સલૂનની શાખાનું ઉદ્ઘાટન
શહેરમાં પોતાની 5 મી શાખા શરૂ કરી
સલૂને આધુનિક હેર અને બ્યુટી સેવાઓનો વધુ વિસ્તાર કર્યો

સુરતના ઉમરા ગામમાં રાજા હેર યુનિસેક્સ સલૂનની નવી શાખાનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શહેરમાં પોતાની 5 મી શાખા શરૂ કરીને સલૂને આધુનિક હેર અને બ્યુટી સેવાઓનો વધુ વિસ્તાર કર્યો છે.

સુરતવાસીઓનો વર્ષોથી વિશ્વાસ જીતનાર રાજા હેર યુનિસેક્સ સલૂનની 5મી શાખાનું ઉમરા ગામમાં ભવ્ય ઉદ્ઘાટન થયું. એથર ઈન્ડસ્ટ્રીઝના ફાઉન્ડર અશ્વિન દેસાઈ અને પ્રીતિ જોશીના હસ્તે નવી શાખાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રમેશ દેવડા, શૈલેષ ઉમરીગર અને જલાભાઈ ઉમરીગર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને સંસ્થાને શુભેચ્છાઓ પાઠવી. હાલમાં પિપલોદમાં ત્રણ અને ઉમરામાં બે શાખાઓ સાથે રાજા હેર યુનિસેક્સ સલૂન શહેરમાં પોતાની સેવા વધુ મજબૂત બનાવી રહ્યું છે. આ યુનિસેક્સ સલૂનમાં મહિલાઓ અને પુરુષો બંને માટે આધુનિક હેર, બ્યુટી અને ગ્રૂમિંગ સેવાઓ ઉપલબ્ધ છે. ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રાહકો, શુભેચ્છકો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા. અંતે સલૂન પરિવારે સૌનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ ગુણવત્તાસભર સેવાઓ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *