સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સૌથી વધુ

Featured Video Play Icon
Spread the love

સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સૌથી વધુ
સિંહોના અકસ્માતે મોતની ઘટનાઓ પણ દિન પ્રતિદિન વધારો
રાજુલા જાફરાબાદ પંથકમાં એક સિંહબાળનુ મોત નિપજ્યું

સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સૌથી વધુ નોંધાઈ છે તો સિંહોના અકસ્માતે મોતની ઘટનાઓ પણ દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા જાફરાબાદ પંથકમાં એક સિંહબાળનુ મોત નિપજ્યું

રાજુલા શહેરમાંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર એક સિંહબાળ અકસ્માતની ઘટના સામે આવી છે, રાજુલા તાલુકાના દાંતરડી ગામે અજાણ્યા વાહન હડફેટે એક સિંહબાળનું મોત નીપજ્યું હતું. નેશનલ હાઈવે રોડ ક્રોસિંગ કરતુ 1 વર્ષનું સિંહબાળ અજાણ્યા વાહન હડફેટે ચડ્યું હતું, અજાણ્યા વાહનની ઠોકર લાગતા સિંહબાળનું ઘટના સ્થળે મોત નીપજતા તાત્કાલિક વનવિભાગ ઘટના સ્થળે પહોંચ્યું અને મૃત સિંહબાળને પી.એમ.અર્થે બાબરકોટ એનિમલ કેર રેસ્ક્યું સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું. સિંહબાળ મોતની ઘટના બાદ વનવિભાગ દ્વારા 4 ટીમો બનાવીને નેશનલ હાઈવેના સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા અને ગણતરીની કલાકમાં બ્લેક કલરની સ્વિફ્ટ કાર gj -27 eg – 8618 અને રાજસ્થાનના કાર ચાલક ઇન્દ્રસિંગ છત્રસિંગ રાવતને નોટીસ પાઠવીને રાજુલા વનવિભાગ ખાતે બોલાવવામાં આવેલ અને સ્વીફ્ટ કાર કબ્જે લઈને કાર ચાલકની અટકાયત વનવિભાગે કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું વનવિભાગના ACF વિરલસિંહ ચાવડાએ જણાવ્યું

રાજુલા જાફરાબાદ પંથકના ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર 2 મહિના અગાઉ પણ 2 સિંહો અકસ્માતે વાહન હડફેટે મોતને ભેટ્યા હતા ને વધુ એક 1 વર્ષનું સિંહબાળ રાજસ્થાનના વાહન ચાલકની ઠોકરે મોતને ભેટતા સિંહોની સુરક્ષામાં વધારો કરવો વધુ હિતાવહ જણાઈ છે અને ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે સિંહો માટે ફરી થયો ગોઝારો સાબિત થતો અટકાવવો જરૂરી બન્યો હોવાનું સામે આવ્યું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *