સુરત પાલ ઉમરા બ્રિજ પાસે ઘર નજીક અસાજિક તત્વોથી પરિવાર ત્રાહિમામ
અસામાજિક તત્વોથી પરેશાન થઈ મીડિયાનો સહારો લીધો
પરિવારને ગંદી ગંદી ગાળો આપવામાં આવતી હોવાનો આરોપ
સુરતમાં પાલ ઉમરા વિસ્તારમાં આવેલ પટેલ સ્ટ્રીટમાં એક પરિવાર અસામાજિક તત્વોથી પરેશાન થઈ મીડિયાનો સહારો લીધો હતો..પાલ ઉમરા બ્રિજ નીચે પટેલ ફળિયામાં રહેતા એક પરિવારના ઘર નજીક પાનનો ગલ્લો આવેલો છે..જ્યાં મોડી રાત સુધી અસામાજિક તત્વોનો અડ્ડો જામેલો હોય છે..
આ અસામાજિક તત્વો દ્વારા પરિવારને ગંદી ગંદી ગાળો આપવામાં આવતી હોવાનો પરિવારનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે..આવતા જતા તેઓને પરેશાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે..અને આ અંગે કોઈ ફરિયાદ કરવામાં આવૈ તો અસામાજિક તત્વો દ્વારા પરિવારને ધમકી પણ આપવામાં આવી રહી છે.અને આ અંગે પરિવાર દ્વારા પોલીસમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.તેમ છતાં કોઈ પગલા ના લેવાતા આખરે પરિવારે મીડિયા સમક્ષ રજુઆત કરી હતી..અને આ પાનનો ગલ્લો ઘર પાસેથી દૂર થાય તેવી પરિવાર દ્વારા માંગ કરવામાં આવી છે…
