સુરત ક્રાઈમ બ્રાનચની ટીમે 35 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપ્યો
અઠવા પોલીસ મથકમાં વાહન ચોરીના ગુનામાં હતો વોન્ટેડ
નાસતા ફરતા આરોપી હજારીલાલ અમરાજી ઘાંચીને રાજસ્થાનથી ઝડપ્યો
સુરત ક્રાઈમ બ્રાનચની ટીમે અઠવા પોલીસ મથકમાં વાહન ચોરીના ગુનામાં 35 વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અને વર્ષોથી ગુનો આચરી ભાગી છુટેલાઓને શોધી રહી છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે 35 વર્ષથી અઠવા પોલીસ મથકમાં વાહન ચોરીના ગુનામાં નાસતા ફરતા રીઢા ચોર એવા હજારીલાલ અમરાજી ઘાંચી હાલ રાજસ્થાનના સાચોરમાં હોવાની માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજસ્થાન ખાતે જઈ ત્યાંથી આરોપીને ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો અઠવા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
