અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ડીએનએ મેચ કરી પ્રથમ મૃતદેહ સોંપાયો

Featured Video Play Icon
Spread the love

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ડીએનએ મેચ કરી પ્રથમ મૃતદેહ સોંપાયો
1200 બેડ હોસ્પિટલના ગેટ પરથી મૃતકને લઇ એમ્બ્યુલન્સ બહાર નીકળી
192 એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓ સ્ટેન્ડબાય

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને કલાકો વિતી ચૂક્યા છે. ધીમે ધીમે મૃતકોના ડીએનએ રિપોર્ટ આવવાની શરૂઆત થતાં તેઓના પરિવારજનોને મૃતદેહ સોંપવાનું શરૂ કરાયું છે. ડીએનએ મેચ કરી પ્રથમ મૃતદેહ પરિવારને સોંપાતા 1200 બેડ હોસ્પિટલના ગેટ પરથી મૃતકને લઇ એમ્બ્યુલન્સ બહાર નીકળી.

અમદાવાદ સિવિલમાં અત્યાર સુધીમાં 230 લોકોના DNA માટે સેમ્પલ લેવામાં આવ્યા છે, જ્યારે 270ના પોસ્ટમોર્ટમ થઇ ચુક્યાં છે અને સ્વજનોની ઓળખ કરી 8 મૃતદેહોને પરિજનોને સોંપાયા છે. જેમાં પ્લેન દુર્ઘટનામાં હોસ્ટેલમાં રહેલા 4 MBBSના વિદ્યાર્થીઓના મોત થયા હોવાની પુષ્ટી કરી છે. દિવંગત વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી આજે વહેલી સવારે અમદાવાદ પહોંચ્યા બાદ ગાંધીનગર ખાતે સ્થિત તેમના ઘરે રોકાયા છે. પરિવારજનો તેમના સ્વજનના પાર્થિવ દેહને પોતાના વતનમાં લઈ જઈ શકે તે માટે વડોદરામાં કોફિન તૈયાર કરવામાં આવી રહ્યા છે. સિવિલ બહાર મૃતદેહ સોંપવાની કામગીરી ચાલી રહી છે. સાથે સિવિલ બહાર 192 એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓ સ્ટેન્ડબાય રાખી અને ડ્રાઈવરોને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ અમદાવાદજ સિવિલમાં મૃતકોના પરિવારજનોના DNA માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 6 લોકોના DNA મેચ થતા 2 મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. જેમ જેમ રિપોર્ટ આવશે તેમ તેમના પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે.

પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ અતુલ્યમ હોસ્ટેલ ખાલી કરવામાં આવી છે. હોસ્ટેલની ચારેય બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી છે. બી.જે. મેડીકલ કોલેજના ડીનના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામની અલગ અલગ હોસ્ટેલમાં વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત એક વર્ષ માટે 50 રૂમ ભાડા પર લેવામાં આવ્યા છે. બીજે મેડિકલ કોલેજના સ્ટુડન્ટ માટે લાવવામાં આવેલી અતુલ્યમ હોસ્ટેલના પાછળના ભાગ ઉપર વિમાનની ટેલ અથડાઈ હતી. જે ટેલમાંથી આજે સવારે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યૂ સાધનોની મદદથી પ્લેનનો કાટમાળ કાપી અને એક યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે જે એર હોસ્ટેસનો હોવાની શક્યતા છે. અમદાવાદ ફાયર બ્રિગેડનો એક કર્મચારી મહા મહેનતે અંદર સુધી ગયો હતો અને તેને સાધનોથી આગળનો ભાગ કાપ્યો હતો. ત્યારબાદ દોરડા વડે તેને બાંધી અને થોડો ખેંચવામાં આવ્યો હતો જે બાદ મૃતદેહને બહાર કાઢી લેવામાં આવ્યો હતો. બિલ્ડીંગના ધાબા ઉપરથી મૃતદેહ કાઢવામાં આવ્યું હતું અને જેને એક કપડામાં બાંધી અને ત્યારબાદ તેને દોરડા વડે નીચે ઉતારવામો આવ્યો હતો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *