સરોલી પોલીસે રાજસ્થાનીને અફીણના જત્થા સાથે ઝડપી પાડ્યો
પોલીસે 1 લાખથી વધુની કિંમતનો અફીણનો જથ્થો કબ્જે કર્યો
સારોલી પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત રાજસ્થાનીને અફીણના જત્થા સાથે ઝડપી પાડ્યો હતો. બપોરના સમયે સીમાડા ચેક પોસ્ટ પાસેથી પસાર થતા રાજસ્થાનને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા અપાયેલા આદેશને લઈ ચરસ, ડ્રગ્સ, ગાંજાની હેરાફેરી કરનારાઓને પકડી પાડવા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન તથા નાયબ પોલીસ કમિશનર ઝોન વન અને ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર બી ડીવીઝનની ના માર્ગદર્શન હેઠળ સારોલી પી.આઈ. એસ.આર. વેકરીયા અને સ્ટાફના પી.એસ.આઈ. એસ.આર. રાણાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સીમાડા ચેક પોસ્ટ પર હાજર અનાર્મ હેડ કોન્સ્ટેબલ હીતેષ વેજાએ બાતમીના આધારે બપોરના પોણા બે વાગ્યાની આસપાસ મુળ રાજસ્થાનના બાલોત્રાનો અને હાલ નવસારી નસીલપોર જીઆઈડીસી ખાતે બારડોલી રોડ પર આવેલ પ્રભાકુંજ સોસાયટીમાં રહેતા જેશારામ માંગીલાલ નાઈ ને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી 1 લાખ 69 હજારથી વધુની કિંમતનો અફીણનો જથ્થો કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ દરી હતી. જ્યારે તેને રાજસ્થાનથી અફીણ આપનાર રમેશ ફગલુ રામને વોન્ટેડ જાહેર કરાયો હતો.