રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સુરત જિલ્લાના પ્રવાસે
બારડોલી તાલુકાના સાંકરી ખાતે ખેડૂત સંમેલનનું આયોજન કરાયું
સંમેલનમાં કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યાં
રાજ્યના મુખ્ય મંત્રી આજે સુરત જિલ્લાના બારડોલી આવ્યા હતાં. બારડોલી તાલુકા ના સાંકરી બી એ પી એસ સ્વામિનારાયણ મંદિર ના પટાંગણ ના હોલ માં ખેડૂત સંમેલન માં હાજરી આપી હતી. સાથે કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સુરત જિલ્લા ના પ્રવાસે આવ્યાં હતાં. બારડોલી તાલુકા ના સાંકરી ખાતે ખેડૂત સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું. સાંકરી ખાતે આવેલ બી એ પી એસ સ્વામિનારાયણ મંદિર ના હોલ માં ખેડૂત સંમેલન નું આયોજન કરવામાં આવ્યું. ખેડૂત સંમેલન સાથે રાજ્ય વ્યાપી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન નું સમાપન પણ બારડોલી ખાતે થીજ કરવામાં આવ્યું હતુ. પંદર દિવસ અગાઉ શરૂ થયેલ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન નો આણંદ થી શરૂઆત થઈ હતી. જેનું આજે સમાપન કરાયું.
સુરત જિલ્લા નું બારડોલી બારડોલી સત્યાગ્રહ થી વિશ્વ માં નામના મેળવી હતી. અને આજે 12 મી જૂન બારડોલી સત્યાગ્રહ વિજયદિવસ અને બારડોલી દિન પણ છે. ત્યારે ખેડૂત સંમેલન માં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે સરદાર પટેલ ને યાદ કરી પી ઓ કે ને યાદ કરી વિપક્ષ પર શાબ્દિક પ્રહારો પણ કરવાનું ચુક્યા ના હતા.
બારડોલી ખાતે આયોજિત કૃષિ સંમેલનમાં પ્રાકૃતિક કૃષિ, બિયારણ , ખેડૂત લક્ષી સહાય યોજના વિશે માહિતી આપવામાં આવી હતી. સાથે જ મુખ્યમંત્રી ના હસ્તે ગુજરાત રાજ્ય બીજનીગમ દ્વારા સુરત જિલ્લા ના પલસાણા ના ચલઠાણ , વલસાડ ના બારોળિયા ખાતે આવેલ ગોડાઉન નું ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સુરેશ રાઠોડ હિન્દ ટીવી ન્યુઝ બારડોલી