સુરત : પુણા પોલીસે વાહન ચોરીના રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા

Featured Video Play Icon
Spread the love

સુરત : પુણા પોલીસે વાહન ચોરીના રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા
પોલીસે દાગીના સહિત 91 હજારથી વધુની મત્તા કબ્જે કરી
પોલીસે પુણા, વરાછા સહિત ત્રણ ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા

રાત્રીના સમયે ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના રીઢા આરોપીઓને રોકડ સહિતના મુદ્દામાલ સાથે પુણા પોલીસે ઝડપી પાડી ત્રણ ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતાં.

સુરતમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ વચ્ચે પુણા પોલીસે રીઢા ચોરોને ઝડપી પાડવા મેદાને છે. ત્યારે સુરત પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર સેક્ટર વન, નાયબ પોલીસ કમિશનર ઝોન વન તથા મદદનીશ પોલીસ કમિશનર બી ડીવીઝન દ્વારા ચોરીના ગુનાઓને અટકાવવા આદેશ આપ્યો હોય જેને લઈ પુણા પોલીસ મથકના પી.આઈ. વી.એમ. દેસાઈના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. વી.સી. મસાણીની ટીમે રાત્રીના સમયમાં ઘરફોડ ચોરી તથા વાહન ચોરી કરનાર રીઢાઓ જેમાં અમરોલી ખાતે રહેતા મુળ મધ્યપ્રદેશના રોશનસિંહ ઉર્ફે જસી પાજી ગોવિંદસિંહ જગતસિંહ ચૌહાણ અને બીજો મહારાષ્ટ્રના નંદુરબારનો અને હાલ અમરોલીમં રહેતા પહેલવાનસિંગ ઉર્ફે છોટા પાજી વિક્રમસિંગ રામસિંગ ચૌહાણને ઝડપી પાડી તેઓ પાસેથી દાગીના સહિત 91 હજારથી વધુની મત્તા કબ્જે કરી હતી. તો આરોપીઓની પુછપરછ કરતા રીઢાઓએ પુણા, વરાછા સહિત ત્રણ ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *