બારડોલીના હરીપુરા ગામના સરપંચ સાથે મારમારી
મહિલા સરપંચ પર ઉપસરપંચ અને તેમના પરિવારે હુમલો માર્યો
હરીપુરા ગામના સરપંચ સાથે મારમારી દબાણ દૂર કરવા નોટિસ આપવા ગયા અને ઉપસરપંચે અને તેમના પરિવારે માર માર્યો
બારડોલી : બારડોલી તાલુકાના હરીપુરા ગામે મહિલા સરપંચ આશાબેન ચૌધરી પર ઉપસરપંચ હેમંતભાઈ રાઠોડ અને તેમના પરિવારે હુમલો કર્યો હતો, જેનો વીડિયો વાઇરલ થયો છે. ઘટના ગામના આશ્રમ ફળિયામાં બની હતી. જ્યાં ઉપસરપંચે પંચાયતની જગ્યામાં ગેરકાયદે પતરાનો શેડ બનાવ્યો હતો. સરપંચે પોલીસ અને તલાટી સાથે નોટિસ આપવા જતાં ઉપસરપંચે અપશબ્દો બોલી, વાળ ખેંચીને મારમારી કરી હતી. પોલીસની હાજરી છતાં બંને પક્ષોના સમર્થકો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો, જેમાં મહિલાઓએ પણ એકબીજા પર હુમલો કર્યો હતો અને વાળ પકડીને મારમારી કરી હતી. આ ઘટનાથી ગામમાં તણાવ ફેલાયો હતો અને લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. કડોદ આઉટપોસ્ટ પોલીસે બંને પક્ષોને પોલીસ ચોકીએ લઈ જઈ સામસામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.